શહેરમાં ભરઉનાળે સતત ત્રીજા સપ્તાહે રોગચાળામાં ઘટાડો થયો છે. મનપાએ જાહેર કરેલા આંકડા મુજબ એક સપ્તાહમાં શહેરમાં શરદી-ઉધરસ, ઝાડા-ઊલટી અને સામાન્ય તાવ 1356 ઉપરાંત કમળા અને ટાઇફોઇડના પણ 8 કેસ નોંધાયા છે. જ્યારે મચ્છરજન્ય રોગચાળાનો એકપણ કેસ નોંધાયો નથી.
મનપાની આરોગ્ય શાખાએ જાહેર કરેલા આંકડા મુજબ તા.7-4 થી 13-4 દરમિયાનમાં શરદી-ઉધરસના 530, તાવના 628 અને ઝાડા-ઊલટીના 196 કેસ નોંધાયા છે. ઉપરાંત ટાઇફોઇડ તાવના 4 અને કમળો તાવના પણ 4 કેસ નોંધાયા છે. આમ છેલ્લા એક સપ્તાહમાં મનપાના ચોપડે અલગ-અલગ બીમારીના 1362 કેસ નોંધાયા છે. આ ઉપરાંત મનપા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.7થી 13 દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 15,395 ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 292 ઘરમાં ફોગિંગ કામગીરી કરેલ છે.