રામનાથ પરામાં પરીક્ષા ચલાવવાની સાથે છૂટક મજૂરી કામ કરતા યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. રામનાથ પરા શેરી નંબર 12માં રહેતાં 27 વર્ષીય ફરદીન ફિરોજભાઈ સોઢા આજે સવારે 11:50 વાગ્યે પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર રૂમમાં પંખામાં ચૂંદડી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. જેથી 108ને ફોન કરવામાં આવતા એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. તબીબે જોઈ તપાસી યુવાનનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતુ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ યુવાન સામે ચારથી પાંચ જેટલા ગુના નોંધાયેલા હતા.
અન્ય બનાવમાં RTO કચેરી પાછળ શ્રીરામ સોસાયટી શેરી નં.11માં રહેતા ફરીયાદી મમતાબેન રાજુભાઈ પરમારના પાડોશમાં રહેતા આરોપીઓના સાથીદાર શબ્બીર અલી મલેક સહિતનાએ ફરીયાદી તથા તેમના પરીવારજનો ઉપર જીવલેણ ખૂની હુમલો કરી, ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાના પ્રયાસ કર્યો હતો આ સાથે જ લોખંડના પાઈપ વડે ફરીયાદીના માથાના ભાગે ઈજા કરી અને ડાબી આંખ ફોડી નાખ્યાની ઘટના સામે આવી હતી. ફરિયાદી આરોપીઓના પાડોશમાં મકાન વેચાણથી લઈ રહેતા હોય, જે બાબતમાં આરોપીઓને ગમતુ ન હોય જે બાબતનું મન:દુખ રાખી ફરિયાદી તથા તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કરેલ હતો. જેમાં ગુનો દાખલ થયા પછી આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે કરાયા હતા. આરોપી પૈકી શબ્બીરએ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા બંને પક્ષોની રજૂઆતો બાદ આરોપી શબ્બીરની રેગ્યુલર જામીન રદ કરતો હુકમ કોર્ટમાં દ્વારા ફરમાવવામાં આવ્યો હતો.