રાજકોટમાં દાદાગીરીની વધુ એક ઘટના સામે આવી છે જેમાં શહેરના નવા થોરાળા વિસ્તારમાં રહેતા 44 વર્ષિય હરેશભાઈ કાનજીભાઈ પરમારે થોરાળા પોલીસ મથકમાં કેવલ સોંદરવા, શામજી મકવાણા, દિલીપ ચૌહાણ, અજય જાદવ, નાગેશ ઉર્ફે છોટુ મકવાણા અને રોહિત ઉર્ફે બાઠિ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે કેવલ સોંદરવા દુકાનેથી ચીજવસ્તુઓ લઈ જતો હતો પરંતુ, પૈસા આપતો ન હતો. જેથી, પૈસા બાબતે કહેવામાં આવતા કેવલ સહિતના 6 શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને સોનાનો ચેઈન, મોબાઇલ, રોકડ મળી રૂ. 1.14 લાખની ચીજવસ્તુ ઝૂંટવી લીધી હતી. જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે રહેતા અને ફર્નિચરનું મજૂરી કામ કરતા યુવાને થોરાળા પોલીસ મથકમાં ઈન્સ્ટાગ્રામ યુઝર આઈ.ડી. ધારક kapilkumawat12744 સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ગત તારીખ તા. 13 ફેબ્રુઆરીના રોજ ઈન્સ્ટાગ્રામ યુઝર આઈ.ડી. ધારકે મારા સાઢુભાઈના દીકરાના નાના ભાઈના નામની ખોટી આઈ.ડી. બનાવી સાઢુભાઈના દીકરાના ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.માં મેસેજ કરેલ હતો. બાદ તા. 16 ફેબ્રુઆરીના આ આઈ.ડી.ના સ્ટેટસમાં મારી દીકરીનો ફોટો મુકેલ હતો અને બાદમાં સાઢુભાઈના દીકરા સાથે મેસેજમાં ગાળાગાળી કરેલ હતી અને બાદમાં 17 ફેબ્રુઆરીના આ આઈ.ડી.વાળાએ 2 વ્યક્તિ સંભોગ કરતા હોય એવા ફોટોમાં મારી દીકરીનુ મોઢુ રાખી ફોટો એડીટ કરી તે ફોટો સ્ટેટસમાં મુકેલ હતો. ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. ના ધારક અનિલ ચાંદમલ કુમાવતનાઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામા આવે.