ધોરાજી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ (શ્યામવાડી) , નિજાનંદ પરિવાર – ધોરાજી તથા ધોરાજી તાલુકા પેન્શનર મંડળ દ્વારા આયોજીત સર્વરોગ નિદાન કેમ્પ માં 256થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. ધોરાજી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ , નિજાનંદ પરિવાર તથા ધોરાજી તાલુકા પેન્શનર મંડળ દ્વારા આયોજીત વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ 256થી વધુ દર્દીએ લાભ લીધોહ હતો.
શ્રીમતિ ભાવનાબેન ચીખલિયા સ્મૃતિ ટ્રસ્ટ અને ત્રિમૂર્તિ હોસ્પિટલ-જૂનાગઢના સહયોગથી ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો ધોરાજી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ના પ્રમુખ રાજુભાઈ યાદવએ જણાવ્યું હતું કે ધોરાજી શ્યામ વાડી ખાતે જુનાગઢ ત્રિમૂર્તિ હોસ્પિટલના સહયોગથી ધોરાજી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ , નિજાનંદ પરિવાર, ધોરાજી તાલુકા પેન્શનર મંડળ દ્વારા નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે કેમ્પનું દીપ પ્રાગટ્ય ધોરાજીના મોટી હવેલીના ગોસ્વામી અભિષેક કુમાર મહોદય તેમજ ત્રિમૂર્તિ હોસ્પિટલના ડોક્ટર ડી. પી ચીખલીયા કડિયા સમાજના પ્રમુખ રાજુભાઈ યાદવ નિજાનંદ પરિવારના પ્રમુખ જે જે વિરાણી પેન્શન મંડળના પ્રમુખ ભરતભાઈ ભાલોડીયા, શહેરના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો.