પહેલીવાર 6 મહિલાઓએ અવકાશ યાત્રા કરી

પ્રખ્યાત હોલીવુડ સિંગર કેટી પેરી અને અમેરિકન અબજોપતિ જેફ બેઝોસની મંગેતર લોરેન સાંચેઝ સહિત 6 મહિલાઓ 11 મિનિટની અવકાશ યાત્રા કરીને પરત ફરી છે. તેમનું અવકાશ મિશન સાંજે 7:02 વાગ્યે લોન્ચ થયું હતું અને 7.13 વાગ્યે મિશન પૂર્ણ કરીને પરત ફર્યા હતા.

આ યાત્રામાં તેમની સાથે ચાર વધુ મહિલાઓ પણ હતી. આમાં ટીવી પ્રેઝન્ટર ગેઇલ કિંગ, માનવાધિકાર કાર્યકર્તા અમાન્ડા ન્ગ્યુએન, ફિલ્મ નિર્માતા કેરીન ફ્લાયન અને નાસાના ભૂતપૂર્વ રોકેટ વૈજ્ઞાનિક આઈશા બોવેનો સમાવેશ થાય છે.

ખાસ વાત એ છે કે 1963 પછી અવકાશ યાત્રા પર જનારી આ પહેલી મહિલા ક્રૂ છે. 1963માં, રશિયન એન્જિનિયર વેલેન્ટિના તેરેશકોવાએ એકલા અવકાશમાં મુસાફરી કરી હતી.

જેફ બેઝોસની બ્લુ ઓરિજિન કંપનીનું રોકેટ આ ક્રૂને અવકાશમાં લઈ ગયું. આ મુસાફરીમાં 11 મિનિટનો સમય લાગ્યો. આ મિશન બ્લુ ઓરિજિનના ન્યૂ શેપર્ડ પ્રોગ્રામનો એક ભાગ છે, જેને NS-31 નામ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *