શહેરની ગોંડલ ચોકડી પાસે રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા 58 વર્ષિય ગુણવંતપરી મગનપરી ગોસાઈ 7 એપ્રિલના 8 વાગ્યા આસપાસ પોતાના કામથી ગોંડલ ચોકડી પાસે બીઆરટીએસ બસ સ્ટેશન તરફ જતા હતા ત્યારે કાર GJ 03 DG 0582 ના ચાલકે હડફેટે લીધા હતા જેથી પગપાળા જતા પ્રૌઢ નીચે પડી ગયા હતા અને ડાબા હાથના કાંડાના ભાગે ફ્રેકચર આવ્યું હતુ અને જમણા હાથની કોણીની પાછળ ઈજા થઈ હતી. જે અંગે માલવિયા નગર પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
અન્ય બનાવમાં શહેરની વગડ ચોકડી પાસે 80 ફુટ રોડ પર મારવેલ હાઈટ સ ફલેટ નં. બી/203 માં રહેતા મનીષાબેન મયુરભાઈ સખીયાએ તાલુકા પોલીસ પથ્થર નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 10 વર્ષીય પુત્રી નાવ્યા તથા 5 વર્ષની પુત્રી કાવ્યા 80 ફુટ રોડ ઉપર આવેલ સર્વોદય સ્કુલમાં અભ્યાસ કરે છે. તા.12 એપ્રિલના 5.30 વાગ્યે ટુ વ્હીલર લઈ બંને દીકરીઓને શાળાએથી લઇ ઘરે જવા નિકળી હતી ત્યારે ઇકો ફોર વ્હીલ જેના રજી.નં. જી.જે.0303 એમ.ઇ.3876 ના ચાલકે હડફેટે લેતા હું તથા મારી બન્ને દીકરીઓ નીચે પડી ગયા હતા. જેમા મને ડાબા પગે ગોઠણ પાસે ઇજા થયેલી છે.