કોટડાસાંગાણીમાં કલેક્ટર તંત્ર દ્વારા ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તાલુકાના શાપર-વેરાવળમાં આશરે 5.70 કરોડની જમીન દબાણમુક્ત કરવામાં આવી છે.
કોટડાસાંગાણી તા ૮ એપ્રિલ પ્રભવ જોષી, કલેકટર ,રાજકોટના આદેશથી અને મહક જૈન,આસિસ્ટન્ટ કલેકટર , રાજકોટ શહેર-૨, રાજકોટ ના માર્ગદર્શન હેઠળ મામલતદાર કોટડાસાંગાણી ગુમાનસિંહ જાડેજા તથા પોલીસ ઇન્સ્પેકટર આર.બી.રાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, વી.જી.જેઠવા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, આર.જી.સોલંકી, નાયબ મામલતદાર દબાણ હિતેન્દ્રસિંહ ચુડાસમા , સર્કલ ઓફીસર સંજયભાઈ રૈયાણી, રેવન્યુ તલાટી એ.બી.બાવાળીયા તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા આજ રોજ સરકારના 100 કલાકના અસામાજિક ગુંડા તત્વો સામેની ઝુંબેશના ભાગરૂપે કામગીરી કરવા કોટડાસાંગાણી તાલુકાના શાપર તથા વેરાવળ ગામે પોલીસ ઇન્સ્પેક્ટર શાપર(વે.) દ્વારા વિવિધ ગુન્હાઓ વારંવાર કરતા આરોપીઓની યાદીમાં વાણિજ્ય તથા રહેણાંક હેતુસર ગેરકાયદેસર દબાણ કરેલ હોવાનું જણાવતા. અત્રેથી કલમ-૬૧ મુજબ કેસો ચલાવી, કલમ-૨૦૨ મુજબ નોટિસો આપી દબાણ દૂર કરવામાં આવેલ છે. સદરહું દબાણવાળી જગ્યામાં કુલ.૧૫ જેટલા આસામીઓએ રહેણાંક તથા વાણિજ્ય દબાણ કરેલ હતા. જેનું ક્ષેત્રફળ આશરે ૧૧૫૫ ચો.મી. થાય છે, દબાણવાળી જમીનની આશરે કુલ બજાર કિંમત રૂપિયા ૫.૭૦ કરોડની હોવાનું જણાય છે.