સચીન કપ્લેથામાં 55.48 લાખના એમડી ડ્રગ્સમાં વધુ એક સૂત્રધારને એસઓજીએ પકડી પાડયો છે.ડ્રગ્સ માફીયા અલ્ફાઝ ઉર્ફે ભૂરીયોને તેના સાગરિતો એમડી સાથે પકડાયા હોવાની ગંધ આવી જતા તે મોબાઇલ બંધ કરી પહેલા મહેસાણા અને બાદમાં અમદાવાદથી ફ્લાઇટમાં દુબઈ ભાગી ગયો હતો. દુબઈમાં થોડો સમય રોકાઇને આફ્રિકાના ઈથોપીયામાં ભાગી ગયો હતો. થોડો સમય રોકાઇ પાછો મુંબઈ આવ્યો હતો. પોલીસથી બચવા આરોપીએ મુંબઈમાં ડોંગરી વિસ્તારમાં દરગાહમાં રહેતો હતો. દરગાહમાં આઈડી પ્રુફ આપવાનું ન હોવાથી અલ્ફાઝ ત્યાં રોકાયો હતો. આવી જ રીતે આરોપી અમદાવાદમાં શાહેઆલમ દરગાહમાં રોકાયો હતો.બાદમાં માસીને ત્યાં રાજકોટ, ધોરાજી ખાતે 2 મહિનાથી રહેતો હતો. આ અંગે એસઓજીના એએસઆઈ જલુ મગન અને હેડ.કો.રામજી મોહનને બાતમી મળતા તેઓ ડ્રગ્સ માફીયા અલ્ફાઝ ઉર્ફે ભૂરીયો ઈકબાલ ગુંડલીયા(રહે,અમન એપાર્ટ,શાહપુર) ને રાજકોટથી પકડી પાડયો છે.
અસ્ફાક પાસે MD મંગાવ્યુંવધુમાં આરોપી અલ્ફાઝ ઉર્ફે ભૂરીયોએ ડ્રગ્સ માફીયા અસફાક કુરેશી પાસે દોઢ લાખનું એમડી મંગાવ્યું હતું. બે દિવસ પહેલા તેનો સાગરિત આદીલ ઉર્ફે આદીલ જાડીયો પકડાયો હતો. આરોપી અલ્ફાઝ ઉર્ફે ભૂરીયો પહેલા ઓનલાઇન ધંધો કરતો હતો.