પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે એક બાદ એક સમર સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પોરબંદર અને આસનસોલ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનની વધારાની બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન રાજકોટ ડિવિઝનમાંથી પસાર થશે. આ ટ્રેનનું બુકિંગ 9 એપ્રિલને બુધવારથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે મુસાફરોને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવા જણાવાયું છે.
પ્રાપ્ત વિગત મુજબ, ટ્રેન નંબર 09205 પોરબંદર-આસનસોલ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન 10 એપ્રિલ અને 17 એપ્રિલનાં રોજ સવારે 08:50 વાગ્યે પોરબંદર સ્ટેશનથી ઉપડશે. રાજકોટ તે જ દિવસે બપોરે 1:15 વાગ્યે પહોંચશે. આ ટ્રેન શનિવારે સાંજે 6:45 વાગ્યે આસનસોલ સ્ટેશન પહોંચશે. તેવી રીતે ટ્રેન નં. 09206 આસનસોલ-પોરબંદર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન 12 અને 19 એપ્રિલે રોજ આસનસોલ સ્ટેશનથી 17:45 વાગ્યે ઉપડશે. આ ટ્રેન સોમવારે સવારે 10:30 વાગ્યે રાજકોટ અને બપોરે 1:45 વાગ્યે પોરબંદર પહોંચશે.
આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન બંને દિશામાં ભાણવડ, લાલપુર જામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ગોવિંદપુરી, પ્રયાગરાજ, મિર્જાપુર, પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંક્શન, સાસારામ, ગયા, કોડરમા અને ધનબાદ સ્ટેશનો પર રોકાશે.