રાજકોટના ઇન્ડિયન મેડિકલ એસોસોસિએશનના નવા વર્ષના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખપદ તરીકે ડો.જયેશ ડોબરિયા અને સેક્રેટરી પદ તરીકે ડો.કૃપાલ પૂજારાને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ઇન્ડિયન મેડિકલ એસોસોસિએશનમાં આઈ.પી.પી. ડૉ.કાંત જોગાણી, પ્રેસિડન્ટ ઈલેક્ટ ડૉ.તેજસ કરમટા, ઉપપ્રમુખ તરીકે ડૉ. તુષાર પટેલ, ડૉ.અમિત અગ્રાવત, એડિટર ડૉ.અમીષ મહેતા, ટ્રેઝરર ડૉ.રૂકેશ ઘોડાસરા, જોઈન્ટ સેક્રેટરી ડૉ.ચિંતન દલવાડી, ડૉ.બિરજુ મોરી, જોઈન્ટ ટ્રેઝરર ડૉ.રાજન રામાણી, ડૉ.ચિંતન કણસાગરાની નિમણૂક કરવામાં આવી છે.
એક્ઝિક્યુટિવ કમિટીમાં ડૉ. દેવેન્દ્ર રાખોલિયા, ડૉ.પીયૂષ ઉનડકટ, ડૉ.દિપા ગોંડલિયા, ડૉ. નિશાંત ચોટાઇ, ડૉ.દુષ્યંત ગોંડલિયા, ડૉ.રાજેશ સાકરિયા, ડૉ.દર્શન સુરેજા, ડૉ.સંજય ટીલાળા, ડૉ.વિશાલ પોપટાણી, ડૉ.ગૌતમ માકડિયાની વરણી કરવામાં આવી છે.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન-ગુજરાતના પૂર્વ પ્રમુખ ડૉ.ભરત કાકડિયા હાજર રહ્યા હતા અને ઈન્સ્ટોલેશન ઓફિસર તરીકે ડૉ. પારસ શાહ દ્વારા નવી ટીમને ફરજો સમજાવી શપથવિધિ કરાવવામાં આવી હતી. શપથવિધિ સમારોહના ભાગરૂપે ડો.કાંત જોગાણી, ડૉ.અમિષ મહેતા, ડૉ.રાખોલિયા સહિત તેમની ટીમના માર્ગદર્શનમાં તબીબ પરિવારો દ્વારા નાટક, ડાન્સ, સંગીત, મિમિક્રી જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. નવનિયુક્ત પ્રમુખ ડૉ.ડોબરિયા અને સેક્રેટરી ડૉ. પૂજારાએ જણાવ્યું હતું કે, તબીબો માટે રાજ્યકક્ષાની રમત-ગમત સ્પર્ધા સહિતના આયોજનો કરાશે.