આધાર કેન્દ્રનાં અરજદારો માટે વ્યવસ્થા

રાજકોટ મનપા દ્વારા નવા નાણાકીય વર્ષથી આધારકાર્ડ માટેની કામગીરીનું તમામ 18 વોર્ડમાં વિભાજન કરવામાં આવ્યું છે. આમ છતાં ચાલુ દિવસોમાં સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે અરજદારોનો ધસારો રહેતો હોય છે. જેને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી ખુરશી અને મંડપ ભાડે લાવીને ત્યાં ટેમ્પરરી સગવડ કરવામાં આવી હતી. જેને બદલે હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સેન્ટ્રલ ઝોન કચેરીએ કાયમ છાંયડો રહે તેવા શેડ ઉભા કરાયા છે. તેમજ બાંકડા-પાણીની સગવડતા કરવામાં આવી છે. જેને લઈને લોકોને કાયમી સગવડ મળશે. અને મનપાને ખુરશી-મંડપનાં ભાડાની બચત થશે.

મનપાને મંડપ- ખુરશીનાં ભાડાની બચત થશે પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મનપા કચેરીએ આધારકાર્ડ માટેની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં અગાઉ અરજદારો ભર તડકામાં ઉભા રહેતા હતા. આ બાબત ધ્યાનમાં આવતા મ્યુ. કમિશનર તુષાર પટેલનાં આદેશ બાદ ત્યાં તાત્કાલિક મંડપ અને ખુરશીઓ તેમજ પાણી જેવી હંગામી વ્યવસ્થા ગત ઉનાળામાં કરવામાં આવી હતી. જે બાબત પદાધિકારીઓનાં ધ્યાનમાં આવતા આ વર્ષે ઉનાળાનાં પ્રારંભે જ ખાસ શેડ ઉભા કરવામાં આવ્યા છે. તેમજ કાયમી ધોરણે બાંકડા તેમજ પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જેનાથી લોકોને રાહત મળશે અને સાથે જ મનપાને મંડપ તેમજ ખુરશીનાં ભાડાની બચત થશે.

રાજકોટ મનપા દ્વારા હાલ આધાર કેન્દ્રની કામગીરીના વોર્ડ કક્ષાએ વિભાજન કરવામાં આવ્યા છે. દરેક વોર્ડમાં આ કામગીરી શરૂ થઇ છે. ત્યારે સેન્ટ્રલ ઝોનના આધાર કાર્ડ બિલ્ડીંગ બહાર અરજદારોને ઉનાળાના તાપમાં રાહત આપવા છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે કેન્દ્ર બહાર શેડ સ્ટ્રકચર ઉભા કરવામાં આવ્યા છે. તેમજ બાંકડાની વ્યવસ્થા કરવામાં આવી ચૂકી છે. સાથે જ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, હવે આધાર કાર્ડની કામગીરીનું વિકેન્દ્રીકરણ થતા ઝોન ઓફિસમાં ભીડ ઓછી થાય તેમ છે. છતાં દર વર્ષે ઉભી થતી જરૂરીયાત ધ્યાને લઇ વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *