ઉનાળુ વેકેશનમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ (સાયન્સ સિટી) લાવી રહ્યું છે નાના-મોટા બધા જ લોકો માટે ગમ્મત સાથે જ્ઞાન મેળવાનો અનેરો મોકો. આ વેકેશનમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે વિવિધ સાયન્ટિફિક એક્ટિવિટી વર્કશોપ તેમજ કેમ્પ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે જેમાં વિદ્યાર્થી તેમજ સામાન્ય લોકો પણ ભાગ લઈ શકે છે. રિજિયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે યોજાનાર સમર સાયન્સ કેમ્પ અને એક્ટિવિટીઓ, જે તે દિવસની તારીખ અને સમય સવારના 10 થી 1 કલાકે અને બપોરે 3 થી 6 કલાકનો રહેશે. સમર એક્ટિવિટીમાં રજિસ્ટ્રેશન કરાવવા માટેની લિંક http://bit.ly/4hp9UWwSW2025 છે.
આ ઉપરાંત ધોરણ 6થી 10ના ઉત્સાહી વિદ્યાર્થીઓ માટે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) પ્રેરિત ‘સમર સાયન્સ કેમ્પ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની વિવિધ છ થીમો પર આધારિત 5 દિવસના કુલ 6 સમર કેમ્પનું આયોજન કર્યું છે. આ કેમ્પ તારીખ 29 એપ્રિલથી લઈને 07 જૂન સુધીના સમયગાળામાં રાખવામાં આવ્યા છે. જેનો સમય સવારના 11થી સાંજના 5 કલાક સુધીનો રખાયો છે. જેમાં AI અને રોબોટિક્સ્, બાયોડાઈવર્સિટી અને નેચર, નંબર અને જીઓમેટ્રી, જેનેટિક અને બાયોલોજી, કોડિંગ અને ઈલેક્ટ્રોનિક્સ, ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજી જેવા વિવિધ વર્કશોપ સાથે સાયન્ટિફિક પ્રવૃત્તિઓ, ફન ઍન્ડ લર્ન ગેમ્સ, એક્સપર્ટ સેશન, સ્કાય ગેઝિંગ, ફિલ્મ સ્ક્રીનિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે. આ સમર સાયન્સ કેમ્પમાં ભાગ લેવા માટેની રજિસ્ટ્રેશન લિંક http://bit.ly/4labsHaSSC25 છે.