શહેરમાં કાલાવાડ રોડ પર મોટામવામાં અમરનાથ પાર્કમાં ભાડાના ફ્લેટમાં જુગારધામ ચાલતું હોવાની માહિતીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી રાજકોટ-મોરબીના 8 વેપારીની ધરપકડ કરી તેની પાસેથી રૂ.10.80 લાખની રોકડ, એક કાર, 9 મોબાઇલ મળી કુલ રૂ.18.73 લાખની મતા કબજે કરી વધુ કાર્યવાહી કરી છે.
મોટામવામાં અમરનાથ પાર્કમાં રેઇનબો સિટી-2માં ભાડે ફ્લેટ રાખી પ્રવીણ સંઘાણી હોવાની માહિતીને આધારે પોલીસે દરોડો પાડી પ્રવીણ હંસરાજભાઇ સંઘાણી તે ઉપરાંત જુગાર રમતો ભાવેશ પ્રવીણભાઇ પારજિયા (રહે.મોરબી),ભરત ગોરધનભાઇ સવસાણી (રહે.મોરબી),શાંતિલાલ ગોવિંદભાઇ ફેફર (રહે.મોરબી),મનોજ દામજીભાઇ દલવાડિયા (રહે.મોરબી),રોહિત ત્રિભોવનભાઇ બાવરવા (રહે.મોરબી), સંજય બાબુભાઇ જીવાણી (રહે.ટંકારા), પુનિત માવજીભાઇ કૈલા (રહે.મોરબી)ની ધરપકડ કરી તેની પાસેથી રૂ.10.80 લાખની રોકડ, 9 મોબાઇલ,એક કાર મળી કુલ રૂ.18.73 લાખની મતા કબજે કરી પૂછતાછ કરતાં પ્રવીણ સંઘાણી ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હોય અને ભાડે ફ્લેટ રાખી જુગારધામ શરૂ કર્યું હતું. જેમાં વેપારી ભાવેશ, મનોજ, રોહિત અને પુનિત વેપારી હોવાનું અને શાંતિલાલ ટ્રેડિંગનું, ભરત ટૂર એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતાં હોવાનું અને એકબીજાના પરિચિત હોય મોરબીથી પુનિત કૈલાની કારમાં રાજકોટ આવી જુગાર રમતા હોવાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.