દારૂના ગુનામાં સંડોવાયેલી લિસ્ટેડ મહિલા બુટલેગર સહિત 2 આરોપીને પાસા હેઠળ ભાવનગર જેલમાં ધકેલવામાં આવ્યા

દારૂના ગુનામાં સંડોવાયેલા બુટલેગરો સામે અસરકારક અટકાયતી પગલાનાં ભાગરૂપે રાજકોટ શહેર પીસીબી ટિમ દ્વારા લિસ્ટેડ મહિલા બુટલેગર અને એક શખ્સ સામે પાસાની દરખાસ્ત જૈયાર કરી પોલીસ કમિશનરના વોરંટ આધારે બંનેની અટકાયત કરી જેલ હવાલે કર્યા છે. રાજકોટ શહેરમાં પ્રોહીબિશનના 13 ગુના અને 2 વખત પાસા હેઠળ જેલ હવાલેથી મુકત થયેલા બુટલેગર મગન રાયસીંગભાઈ રોજાસરા વિરૂધ્ધ પીસીબી ટીમે પાસાની દરખાસ્ત તૈયાર કરી શહેર પોલીસ કમિશનરને મોકલતા તેમણે વોરંટ ઈશ્યૂ કરતા વોરંટની બજવણી કરી મગન રોજાસરાની અટકાયત કરી ભાવનગર જેલ હવાલે મોકલી આપેલ છે. જ્યારે દેશી દારૂના ગુનામાં લિસ્ટેડ મહિલા બુટલેગર મનીષા ઉર્ફે મુન્ની વિનોદભાઈ સોલંકી દારૂના 20 ગુનાઓમાં સંડોવણી સાથે અગાઉ પણ પાસામાંથી મુકત થયેલ હોય જેની વિરૂધ્ધ પીસીબીએ પાસાની દરખાસ્ત તૈયાર કરતા વોરંટ ઈશ્યૂ થતા વોરંટ આધારે અટકાયત કરી ભાવનગર જેલ હવાલે કર્યા છે.

અન્ય બવાનમાં પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો સહિતના ગુનાના બે આરોપીને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. પડધરી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એન.પરમારની યાદીમાં જણાવાયા પ્રમાણે પોક્સો સહિતની કલમોના આરોપી ચંદનકુમાર રામુભાઈ કુશવાહ તથા સૌરભસિંગ લખનસિંગ તોમર જામીન પર છૂટ્યા પછી અવારનવાર સમન્સ છતાં હાજર થતા નથી અને નાસ્તા ફરે છે. આથી રાજકોટના બીજા એડિ. જજ પી.જે. તમાકુવાલા તથા બીજા એડિ. ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ દ્વારા બંને આરોપીને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *