આસામમાં થયેલા બે કરોડના સાયબર ફ્રોડના ગુનામાં યોગેશ્વર પાર્કમાં રહેતા સાજન અરૂણભાઇ શાહ સહિતના સામે અમદાવાદ પોલીસમાં ગુનો નોંધાયા બાદ પોલીસે 22 દિવસ પહેલાં તેની ધરપકડ કરી હતી. બાદમાં સાજનના કાકા ધર્મેન્દ્રભાઇ રમણીકભાઇ શાહની પણ ગુનામાં સંડોવણી ખૂલતા અમદાવાદ પોલીસે નોટિસ સાથે આવી હતી અને તેના ઘેર જતા ધર્મેન્દ્ર ઘેર હાજર નહીં હોવાનું કહી તમે હવે મારા પતિને હેરાન કરવાનું બંધ કરો, કહી બોલાચાલી કરતાં મહિલા સી ટીમને બોલાવી હતી. જેથી ધર્મેન્દ્રભાઇના ભાઇ અરૂણભાઇ અને તેના પત્ની પણ આવી જઇ પોલીસ સામે બોલવા લાગ્યા હતા.
દરમિયાન ઘરમાંથી બહાર આવી ધર્મેન્દ્રભાઇએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતો. દરમિયાન તેના પત્નીએ મારા પતિએ એસિડ પી લીધું છે હવે તમને નોકરી કરવા નહીં દઉ, તમારા બધાના પટ્ટા ટોપી ઉતરાવી દઇશ, કહી ધમકીઓ આપી હતી. દરમિયાન અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકના ફરજ બજાવતા એએસઆઇ રાજેન્દ્રભાઇ યાદવે ફરિયાદ કરતા જમાદાર ઝાલા સહિતના સ્ટાફે ધર્મેન્દ્ર રમણીકલાલ શાહ, તેની પત્ની અને તેના મોટા ભાઇ અરૂણ શાહ અને તેની પત્ની સામે ફરજમાં રુકાવટ સહિતનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.