કોઠારિયા રિંગ રોડ પાસેથી તમંચો, કાર્ટિસ સાથે શખ્સ ઝબ્બે

શહેરના કોઠારિયા રિંગ રોડ પર સાંઇબાબા સર્કલ પાસેથી આજીડેમ પોલીસે યુપીના શખ્સને દેશી તમંચો અને બે કાર્ટિસ સાથે ઝડપી લઇ તેની પૂછપરછ કરતાં આ હથિયાર તેના વતનમાંથી વેંચવા માટે લઇ આવ્યો હોવાનું રટણ કરતાં પોલીસે વધુ પૂછપરછ માટે 3 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોઠારિયા રિંગ રોડ તરફ સાંઇબાબા સર્કલ નજીક શખ્સ હથિયાર સાથે આવ્યો હોવાની માહિતીના આધારે પીએસઆઇ જે.જી. ઝાલા, હારૂનભાઇ, સહિતના સ્ટાફે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં ઉભેલા શખ્સની પૂછપરછ કરતાં તે મૂળ યુપીનો અને હાલ ગુલાબનગર પાસે સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનામાં કામ કરતા અને ત્યાંજ રહેતો રાજનકુમાર સદાનંદ ગૌતમ હોવાનું જણાવતાં પોલીસે તેની તલાશી લેતાં તેની પાસેથી દેશી બનાવટનો તમંચો અને બે જીવતા કાર્ટિસ મળી આવતાં તેની ધરપકડ કરી હથિયાર અને કાર્ટિસ મળી કુલ રૂપિયા 5200ની મતા કબજે કરી હતી.

પોલીસની પૂછપરછમાં છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતો અને મજૂરી કામ કરતો હોવાનું જોડા દિવસ પહેલા તેના વતન ગયો હતો અને રવિવારે રાત્રીના રાજકોટ આવતો હતો ત્યારે વહેંચવા માટે હથિયાર અને કાર્ટિસ લાવ્યો હોવાનું જણાવતાં આ હથિયાર કોને વેંચવાનું હતું તેમજ આ સિવાયના વધુ કેટલા હથિયારો તેના વતનમાંથી લઇ આવી વેંચ્યા છે તે સહિતની માહિતી બહાર લાવવા માટે પોલીસે તેની વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગણી સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *