પ્રદ્યુમન હાઇટસમાં રહેતા બંકિમભાઇ કાંતિભાઇ મહેતાએ પૂણેના જગદીશ ભકતાવરમલ ચાંડાક અને તેનો પુત્ર અદીત જગદીશ ચાંડાક સામે ફરિયાદ કરી હતી.
ફરિયાદમાં જણાવ્યું હતું કે તે 150 ફૂટ રિંગ રોડ પર વાસુકી સિમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની ભાગીદારીમાં ચલાવતા હોય જેથી તેને સિમેન્ટનું પ્રોડક્શન કરવા માટે પ્લાન્ટમાંં જરૂરી મશીનરી ખરીદ કરવાની હોય જામનગર સિકકા ખાતે કમળ સિમેન્ટમાં કામ કરતો જગદીશ ચાંડાક સાથે પરિચય થયો હતો અને તેને ભાગીદારીમાં મહારાષ્ટ્રમાં કીર્તિ ઇન્ડસ્ટ્રીઝ કંપની હોય અને તેમાં સિમેન્ટ ગ્રાઇન્ડિંગ મશીન બનાવતા હોય અને જેમાં જગદીશ અને તેનો પુત્ર અદીત ડાયરેકટર હોવાનું જણાવ્યું હતું અને આ કંપની સને-2021માં પૂના ખાતે નોટરાઇઝ કરાર કરવામાં આવી હોય જેમાં અમારી કંપનીના મશીનરી સહિતની વસ્તુઓ વેચવાની વાત કરી હતી.
બાદમા ખરીદ વેચાણનો કરાર કર્યો હતો અને બેંકમાંથી કટકે-કટકે રૂ.5.50 કરોડ રૂપિયા એેડવાન્સમાં આપ્યા હતા ત્યારબાદ 5.75 કરોડ ચૂકવવાના નીકળતા હોવાનું જણાવેલ હતું અને જુના એગ્રીમેન્ટ રદ કરી નવા એગ્રીમેન્ટ કર્યા હતા.
બાદમા઼ ટાઇમ મુજબ મશીનરી કે પૈસા નહીં મળતા વેપારીએ બેંકમાં ચેક નાખ્યો હતો જે રિટર્ન થતા કોર્ટમાં ફરીયાદ કરી હતી. જેમાં તારીખ પડતા આરોપી કોર્ટમાં આવ્યા હતા અને ત્યા અમારા મેનેજર જસ્મિનભાઇને કોર્ટના કંપાઉન્ડમાં ઉભા રાખી તમે લોકો આ કેસ પાછો ખેંચી લેજો નહીંતર તને અને તારા શેઠને જીવતા નહી રહેવા દઇએ અને સિમેન્ટની લાઇનમાં અમે ખુબ જૂના છીએ તમને લોકોને હું સિમેન્ટનો ધંધો નહી કરવા દવ તેમ કહી ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.