બોગસ બિલિંગના માસ્ટર માઇન્ડ મોહમ્મદ ટાટાની સત્તાવાર ધરપકડ

સાબરમતી જેલમાં બંધ ભાવનગરના બોગસ બિલિંગના માસ્ટર માઇન્ડ મોહમ્મદઅબ્બાસ શબ્બીરઅલી સવજાણી ઉર્ફે મોહમ્મદ ટાટાની મંગળવારે સત્તાવાર ધરપકડ કરવામાં આવી. ટાટાને બુધવારે કોર્ટ સમક્ષ રીમાન્ડની માંગ કરવા માટે રજૂ કરવામાં આવનાર છે.

જીએસટી ગેરરીતિ કેસમાં પ્રમાણિકપણે તપાસ કરવામાં આવશે તો અનેક અધિકારીઓનું પણ મોહમ્મદ ટાટા સાથેનું મેળાપીપણું સપાટી પર આવશે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) દ્વારા જેલ ટ્રાન્સફર વોરન્ટના આધારે સોમવારે મોડી રાત્રે ભાવનગર લાવવામાં આવેલા મોહમ્મદ ટાટાની મંગળવારે સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે.

પાલિતાણાના જીએસટી કૌભાંડમાંથી મોહમ્મદ ટાટાએ છેતરપિંડી વડે મેળવેલા ડોક્યુમેન્ટના આધારે બોગસ પેઢીઓની રચના કરી અને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યુ છે. ટાટાની ધરપકડ થતાની અન્ય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *