સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શુક્રવારે કુલપતિની અધ્યક્ષતામાં.બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં ફાયનાન્સ સમિતિની ભલામણો મંજૂર કરવામાં આવી. તા. 28 માર્ચની બોર્ડ ઓફ ડિન્સની સભાની ભલામણો મંજૂર કરવામાં આવી. 62 વર્ષની વય નિવૃત્તિ બાદ સત્રાંત નિવૃત્તિના સમયગાળા દરમિયાન ફેકલ્ટી ભવન અધ્યક્ષનો હવાલો સંભાળી નહી શકે તે મુજબ નીતિ નિયત કરવામાં આવી હતી. 17 માર્ચના મળેલી બિલ્ડિંગ એન્ડ વર્કસ કમિટીની સભાની ભલામણો મંજૂર કરવામાં આવી. વિવિધ વિદ્યાશાખા અંતર્ગતની જુદા જુદા વિષયોની અભ્યાસ સમિતિઓમાં નિયુક્ત સભ્યોની મુદ્દત 2.5 વર્ષ નિયત કરવામાં આવી હતી. 21 માર્ચે મળેલી એક્ઝીક્યુટીવ કાઉન્સિલની ભલામણો મંજૂર કરવામાં આવી.
ડિગ્રી કક્ષા સિવાયના આગળના વર્ષોની સેમેસ્ટર પરીક્ષાઓનું મૂલ્યાંકન જિલ્લાકક્ષાએ કરવામાં આવે તે મુજબની નીતિ નિયત કરવામાં આવી હતી. એટલે કે હવે 1થી6 સેમેસ્ટર હોય તો ડિગ્રીના છઠ્ઠા સેમેસ્ટર સિવાયના 1થી5 સેમેસ્ટરની પરીક્ષાના પેપર જે-તે જિલ્લામાં ચેક કરવામાં આવશે. આ અંગેની નીતિ પણ આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે. પરીક્ષા સંબંધિત વિવિધ સેવાઓના ચાર્જમાં આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી સરેરાસ 10% વધારાની બાબત મંજૂર કરવામાં આવી. હેડશીપ બાય રોટેશન અંગે નિયુક્ત કરવામાં આવેલ સમિતિના અહેવાલ બાદ અમલીકરણની સત્તા કુલપતિને આપવામાં આવી હતી.