રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનાં પ્લોટમાં ખડકાયેલ દબાણો દૂર કરવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે વોર્ડ નં. 2અને 3માં મનપાનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ કામગીરી દરમિયાન અનામત પ્લોટમાં થયેલા ગેરકાયદે દબાણો તેમજ ટીપી રોડ પર ખડકાયેલા દબાણો હટાવવામાં આવ્યા હતા. જેમાં વોર્ડ નં.2 અને 3માં અનામત પ્લોટ તેમજ ટીપી રોડના દબાણો દૂર કરી અંદાજે રૂ. 40 લાખની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. તેમજ ટીપી રોડ ઉપર થયેલા દબાણો હટાવવામાં આવ્યા હતા..
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ મહાપાલિકાની ટીપી શાખા દ્વારા આજે સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. 2માં આવેલી સિનર્જી હોસ્પિટલ સામે કોર્પો.નો પાર્કિંગ અને કોમર્શિયલ સેલનો પ્લોટ આવેલો છે. અહીં બે કાચા ઝુંપડા હટાવીને રૂ. 40 લાખની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. અને વોર્ડ નં.3માં ટીપી 38/1 (માધાપર) ખાતે ધ સ્પેસ બિલ્ડીંગની પાછળ 18 મીટરનો ટીપી રોડ આવેલો છે. આ રોડ પર વાણિજય હેતુ તેમજ ઔદ્યોગિક હેતુના બાંધકામ તથા કમ્પાઉન્ડ વોલનું દબાણ કરવામાં આવ્યું હતું. જે દબાણ ઉપર બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યું હતું.