રાજકોટ ડિવિઝનના વિરમગામ સુરેન્દ્રનગર સેક્શનમાં લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 24 માટે હાલના સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. ત્યારે ફેરફારોને ધ્યાનમાં રાખીને લોકોને મુસાફરી કરવા રેલવે વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
29-3-2025 ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ વેરાવળથી ઉપડશે અને સુરેન્દ્રનગર સુધી જશે અને સુરેન્દ્રનગરથી તેને 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ તરીકે ચલાવવામાં આવશે. આમ, 29-3-2025નાં 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ અને 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ સહિતની બંને ટ્રેનો સુરેન્દ્રનગર-ગાંધીનગર કેપિટલ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.