આનંદનગરમાં રહેતા અને શાપર-વેરાવળ ખાતે ગુલાબ ઓઇલ અન્ડ ફૂડ્સ પ્રા.લિ. કંપનીના મેનેજર પાસે રેસકોર્સ રિંગ રોડ પર ગુરુદ્વારાના નામે તેલના ડબ્બા મગાવી રૂ.3.24 લાખની છેતરપિંડી કરનાર ગઠિયા સામે પ્ર.નગર પોલીસમાં ફરિયાદ કરતા તેને ઘીના વેપારી સાથે પણ ઘી મગાવી રૂ.1.52 લાખની ઠગાઇ આચર્યાનું બહાર આવતા પોલીસે કુલ રૂ.6.41 લાખની ઠગાઇનો ગુનો નોંધી આરોપીને પકડી લેવા કાર્યવાહી કરી છે.
સીમરસિંગ નામનો વ્યક્તિ બોલતો હોવાનું અને રેસકોર્સ રિંગ રોડ પર ગુરુદ્વારામાં તેલના 147 ડબ્બા જોઇએ છે. તમે કેટલા દિવસમાં મોકલાવી આપો જેથી મેનેજરે તમે ઓર્ડર આપો એટલે બે દિવસમાં તમને તેલના ડબ્બા મોકલાવી આપીશું ત્યાર બાદ તેને ઓર્ડર આપ્યો હતો અને એક ડબ્બાના 2205 લેખે કુલ રૂ.3.24 લાખ થાય તેમ કહેતા તેને માલ ઉતર્યા બાદ ચેકથી પેમેન્ટ કરવાની વાત કરી હતી. મેનેજરે વાહનમાં તેલના ડબ્બા મોકલ્યા હતા જેમાં શખ્સે રેસકોર્સ રિંગ રોડ પર ગુરુદ્વારા બહાર માલ ઉતારીને ચેક આપ્યો હતો અને આ ચેક તા.20એ બેંકમાં નાખજો તમારું પેમેન્ટ મળી જશે તેમ વાત કરી હતી. ચેક નાખતા બેકમાંથી રિટર્ન થયો હતો અને ફોન કરતા ફોન પણ બંધ આવતા તેની કંપનીના માલિક વિદિતભાઇ નથવાણી અને કર્મચારી યોગેશભાઇ સાથે રેસકોર્સ રિંગ રોડ પર ગુરુદ્વારા પર ગયા હતા અને વાત કરતા ત્યાં ટ્રસ્ટી કબીરસિંગ સાથે વાત કરતા તેને અમારે ત્યાં સીમરસિંગ કોઇ ન હોવાનું અને આ નામના શખ્સે તમારી જેમ ઘી વાળા સાથે પણ છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું હતું. ઘી વાળા નિકેતનભાઇ વસદાણીનો કોન્ટેક કરતા તેને ગુરુદ્વારામાં આપવાની વાત કરી તેની પાસેથી રૂ.1.52 લાખની કિંમતનું 250 લિટર ઘી મગાવી ચેક આપી છેતરપિંડી કર્યાનું જણાવતા પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ જાડેજા સહિતે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.