ગોંડલ શહેરમાં ભરઉનાળે પાણીની કટોકટી ન સર્જાય, એક લાખથી વધુની વસ્તીને પાણી માટે રઝળપાટ ન કરવો પડે કે પાણી કાપ ન લાદવો પડે તે માટે સિંચાઈ વિભાગ દ્વારા શહેરની જીવાદોરી સમાન વેરી તળાવ ડેમમાં સૌની યોજનાનું પાણી ઠાલવવામાં આવ્યું હતું.
ગોંડલ પાલિકા દ્વારા ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને રજૂઆત કરાતા 24 કલાકમાં જ સૌની યોજનાનું પાણી ગોંડલ તાલુકાના પાંચીયાવદર ગામની નદી મારફતે વેરી તળાવ સુધી આવી પહોંચ્યું હતું.આ પાણીના વધામણાં કરવા પાલિકાની ટીમ પહોંચી હતી અને પાણી કઇ રીતે વેરી તળાવ સુધી પહોંચે છે તે નિરિક્ષણ કર્યુ હતું. આ અવસરે પાલિકા પ્રમુખ અશ્વિન રૈયાણી, કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા, પાલિકા સદસ્ય મનિષ રૈયાણી, જગદીશ રામાણી, એલ.ડી.ઠૂંમર, નિલેશ કાપડિયા, વોટર વર્કસ શાખામાંથી પરેશરાવલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.