નાણાકીય વર્ષ 2025-26માં RBIની 6 બેઠકો મળશે

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નાણાકીય વર્ષ 2025-26 માટે નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠકનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આગામી નાણાકીય વર્ષમાં કુલ 6 MPC બેઠકો યોજાશે, જેમાંથી પહેલી બેઠક 7-9 એપ્રિલના રોજ મળશે.

મોનિટરી પોલિસી કમિટીમાં 6 સભ્યો હોય છે. જેમાંથી 3 RBI તરફથી છે, જ્યારે બાકીના કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. આ કમિટીને ભાવ સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે મોનિટરી પોલિસી ઘડવા ઉપરાંત મુખ્ય વ્યાજ દરો નક્કી કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે.

રેપો રેટ, જે બેંકોના ધિરાણ અને થાપણ દર નક્કી કરે છે, તે MPC બેઠક દરમિયાન નક્કી કરવામાં આવે છે. આ બેઠકો સામાન્ય રીતે દર બે મહિને યોજાય છે. સ્થાનિક અને આર્થિક પરિસ્થિતિઓની ચર્ચા કર્યા પછી દ્વિમાસિક મોનિટરી પોલિસીની જાહેરાત કરવામાં આવે છે. MPCના નિર્ણયો સરકારને ચલણ સ્થિર રાખવામાં અને ફુગાવાને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે મહત્વપૂર્ણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *