સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ 30 માર્ચે રિલીઝ થશે, જેમાં તેની સાથે રશ્મિકા મંદાના જોવા મળશે. રશ્મિકા અને સલમાન ખાન વચ્ચે 31 વર્ષનો તફાવત છે. હવે સલમાને કહ્યું છે કે લોકોએ ઉંમરના તફાવત પર એટલી નકારાત્મક પ્રતિક્રિયા આપી છે કે તેને આગામી વર્ષોમાં જાહ્નવી કપૂર અને અનન્યા પાંડે જેવી નાની અભિનેત્રીઓ સાથે કામ કરવા વિશે વિચારવું પડશે.
તાજેતરમાં, ‘સિકંદર’ માટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં, સલમાન ખાનને યુવા કલાકારો સાથે કામ કરવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. આના પર તેણે કહ્યું, ‘હવે રશ્મિકા વિશે વાત થઈ રહી છે. હવે મને લાગે છે કે જો હું બધી યુવાન છોકરીઓ સાથે કામ કરું, અને તે મોટી સ્ટાર બની જશે. તેમને મોટી અને સારી ફિલ્મો મળશે, પણ પછી ઉંમરનો તફાવત તો હશે જ. જો મારે જાહ્નવી, અનન્યા કે કોઈની સાથે કામ કરવું પડશે, તો મારે 10 વાર વિચારવું પડશે. પણ હું 10 વાર વિચાર કર્યા પછી પણ તેમની સાથે કામ તો કરીશ જ.’
થોડા સમય પહેલા, સલમાન ખાનને રશ્મિકા અને તેમની વચ્ચેના ઉંમરના તફાવત (એજ ગેપ) વિશે પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો. આ અંગે સલમાન ખાને સિકંદરના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં કહ્યું હતું કે, ‘જ્યારે હિરોઇનને કોઈ વાંધો નથી, તો પછી તમને કેમ સમસ્યા છે?’ જો તે લગ્ન કરશે અને તેને દીકરીઓ થશે, ત્યારે અમે તેમની દીકરીઓ સાથે કામ કરીશું. હા હું ચોક્કસ તેમની મમ્મીની પરવાનગી લઈશ.’