નેહા કક્કર તાજેતરમાં જ મેલબોર્નમાં તેના કોન્સર્ટમાં ત્રણ કલાક મોડી પહોંચી હતી. સિંગના વિલંબને કારણે ચાહકો ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. ચાહકોને ગુસ્સે થતાં જોઈને નેહા કક્કર સ્ટેજ પર જ રડવા લાગી. હવે નેહાના ભાઈ ટોની કક્કરે તેના સમર્થનમાં એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે અને સિંગરના મોડા આગમન માટે ઇવેન્ટ આયોજકોને જવાબદાર ઠેરવ્યા છે. ટોનીએ ત્રણ અલગ અલગ પોસ્ટ શેર કરી છે.
મંગળવારે, નેહાના ભાઈ અને સિંગર ટોની કક્કરે ઇન્સ્ટાગ્રામ પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી. ટોનીએ આ પોસ્ટમાં તેની બહેનના મેલબોર્ન કોન્સર્ટને લગતા વિવાદનો સીધો ઉલ્લેખ કર્યો નથી પરંતુ સિંગરે પોસ્ટ દ્વારા યુઝર્સને પૂછ્યું છે કે, ‘મારો એક પ્રશ્ન છે.’ આ કોઈ માટે નથી, ફક્ત એક પ્રશ્ન છે, કાલ્પનિક.
તેણે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘ધારો કે મેં તમને મારા શહેરમાં એક કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું છે. તમારી બધી વ્યવસ્થાઓની જવાબદારી લીધી છે – હોટેલ બુકિંગ, એરપોર્ટ પિકઅપ અને ટિકિટ. કલ્પના કરો કે તમે આવો છો અને કંઈ બુક નથી. એરપોર્ટ પર ગાડી નથી, હોટેલ રિઝર્વેશન નથી અને ટિકિટ પણ નથી. આ પરિસ્થિતિમાં, તમે કોને દોષ આપશો?’