ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે ગયા ચોમાસામાં ચેક ડેમ તૂટી ગયો છે અને અત્યારે નદીમાં બિલકુલ પાણી નથી ત્યારે ચોમાસું નજીક આવ્યું હોવા છતાં હજુ સુધી આ ચેકડેમનું કામ શરૂ કરવામાં આવેલ નથી. આ ચેક ડેમનો લાભ પાંચ જેટલા ગામોને ખેડૂતોને મળતો ત્યારે આ બાબતે ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિરે જણાવ્યું છે
ઉપલેટા તાલુકામાં પાંચ વર્ષથી આવા અનેક ચેકડેમો તૂટેલી હાલતમાં છે તેમ છતાં તેને રિપેર કરવામાં આવતા નથી. ચેકડેમની ગ્રાન્ટ નથી. આજે પાણી રોકવા માટે મોટી ફક્ત જાહેરાતો જ કરવામાં આવે છે ત્યારે આવા તૂટેલ ચેકડેમના સર્વે પણ કરવામાં આવતા નથી. આથી આ ચેકડેમ તાત્કાલિક રીપેર કરવા માટે પાંચ ગામના ખેડૂતોએ માગણી કરી છે