રામનવમીએ સવારે નાણાવટી ચોકમાં ધર્મસભા અને 50થી વધુ ફલોટ્સ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે

રામનવમીના દિવસે 6 એપ્રિલને રવિવારે સવારે 8 કલાકથી ભવ્ય શોભાયાત્રાનું નાણાવટી ચોક ખાતેથી પ્રસ્થાન થશે જે ગોંડલ રોડ પર આવેલા સતયુગ રામ મંદિરે પૂર્ણ થશે. આ ભવ્ય શોભાયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઇ છે. જેમાં રાધેશ્યામ ગૌશાળા સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગરનું સંગઠન, દરેક જ્ઞાતિ તથા સમાજના આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

આ શોભાયાત્રા નાણાવટી ચોક 150 ફૂટ રિંગ રોડથી શરૂ થશે અને સતયુગ રામ મંદિર ગોંડલ રોડ પૂર્ણ થશે. છેલ્લે સતયુગ રામમંદિરે શ્રીરામ નવમી જન્મોત્સવની મહાઆરતી બપોરે 12:30 કલાકે થશે. આ શોભાયાત્રામાં 50થી વધારે ફ્લોટ્સ અલગ અલગ સંસ્થાઓ દ્વારા શણગારવામાં આવશે. જે સંસ્થાઓ અથવા સંગઠનો આ શોભાયાત્રામાં જોડાવા ઇચ્છતા હોય કે ફ્લોટ બનાવવો હોય તેઓએ વિશ્વ હિન્દુ પરિષદનો સંપર્ક કરવો.

આથી સમસ્ત સનાતની સમાજને, સર્વે હિન્દુ સંગઠનોને, સર્વે ધૂન મંડળો, સર્વે ગરબી મંડળ, સર્વે જ્ઞાતિ સમાજના અગ્રણીઓ, રાસ મંડળ, યુવક મંડળ, મંદિર સંચાલકો તથા સમગ્ર જન જનને આ રામનવમી શોભાયાત્રામાં જોડાવા તથા પોતાનું યોગદાન દેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. કોઈ સંગઠન પોતાનો ફ્લોટ બનાવી શકે છે, કોઈ સંગઠન યાત્રાનું સ્વાગત સન્માન કરી શકે, કોઈ સંગઠન પોતાના વાહનો સાથે યાત્રામાં જોડાઈ શકે તથા અન્ય રીતે યાત્રા સાથે જોડાઈ શકશે તેમ વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટના મંત્રી વિનય કારિયાએ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *