મહારાણા પ્રતાપ સોસાયટી નજીક સર્વિસ રોડ પર ઘટના, ફાયર બ્રિગેડે કેમિકલ સાફ કર્યું

મોરબીમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. મહારાણા પ્રતાપ સોસાયટી પાસે નેશનલ હાઈવેની બાજુમાં આવેલા સર્વિસ રોડ પર એક કેમિકલ ટેન્કર પલટી ગયું હતું. ટેન્કરમાં રહેલું એસિડ જેવું કેમિકલ રસ્તા પર ઢળી જતાં આસપાસના રહીશો માટે મુશ્કેલી સર્જાઈ હતી.

ઘટનાની જાણ થતાં જ મહાપાલિકાનો ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે રસ્તા પર ઢળેલા કેમિકલને સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી. સાથે જ પલટી ગયેલા ટેન્કરને સર્વિસ રોડ પરથી દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગેની તપાસ બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક પુનः કાર્યરત કરવા માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *