રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા આજે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સત્યસાંઇ હોસ્પિટલ રોડ પર આવેલ “ધ ટેડ હબ” પેઢીની તપાસ કરી 31 કિલો અખાદ્ય જથ્થો ઝડપી લઈ તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા અને યોગ્ય સ્ટોરેજ રાખવા તથા લાઇસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી. ઉપરાંત ભક્તિનગર સહિતનાં વિસ્તારમાંથી મિક્સ દૂધ, પનીર બટર મસાલા સહિત 4 નમુના લેવાયા હતા. તેમજ સહકાર મેઈન રોડ ખાતેના 22 વેપારીઓનું ચેકિંગ કરી 8ને લાયસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મનપાનાં ફૂડ વુભાગ દ્વારા આજે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સત્યસાંઇ હોસ્પિટલ રોડ પર આવેલ “ધ ટેડ હબ” પેઢીની તપાસ કરતા સ્થળ પર કિચન, ફ્રીઝ, ડિસ્પ્લેમાં સંગ્રહ કરેલ ઠંડાપીણાં, ડેરી પ્રોડક્ટસ જેવી કે આઇસ્ક્રીમ, પનીર, કન્ડેન્સ મિલ્ક, બેટરક્રીમ તથા ફ્રાઈમ્સ, વટાણા, સ્વીટકોર્ન તથા અન્ય સિરપ વેગેરેનો જથ્થો એક્સપાયરી ડેટ વીતેલ માલૂમ પડતાં કુલ મળીને અંદાજીત 31 કિગ્રા અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ રાખવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.