શહેરમાં મોટામવા ગામે આકાશ કોમ્પલેક્સમાં રહેતા વૃદ્ધાએ પોતાના ઘેર બીમારીથી કંટાળી એસિડ પી આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આકાશ કોમ્પલેક્સમાં રહેતા મુક્તાબેન વલ્લભભાઇ સાપોવડિયા એ પોતાના ઘેર એસિડ પી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ચૌહાણ સહિતે તપાસ કરતા મૃતક વૃદ્ધાને કેટલાક સમયથી કેન્સરની બીમારી હોય અને સારવાર પણ ચાલુ હોવા છતા સારું ન થતા બીમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં મવડી પ્લોટ પાસેના શ્રીનાથજી સોસાયટીમાં રહેતા જયુભા મંગળસિહ જાડેજા બે દિવસ પહેલા ઘેરથી નીકળ્યા બાદ લાપતા થઇ જતા તેના પરિવારે તેની શોધખોળ કરી હતી. દરમિયાન વાવડીમાં રાધેશ્યામ ગૌશાળા પાસે અજાણ્યા પ્રૌઢની લાશ મળી આવતા તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસની તપાસમાં વૃદ્ધને અકસ્માત બાદ ભૂલી જવાની બીમારી હોય ઘેરથી નીકળી ગયા બાદ પરત આવ્યા ન હોવાનું પરિવારે જણાવ્યું હતું.