રૂપિયા 19.89 લાખના પકડાયેલા ડ્રગ્સના ગુનામાં સૂત્રધાર જામનગરનો શખ્સ ઝબ્બે

રાજકોટ રેલવે સ્ટેશનમાંથી જામનગરની મહિલા અને સગીર સહિતને એસઓજીની ટીમે રૂ.19.89 લાખની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે પકડી લીધી હતી.

રાજકોટ રેલવે એસઓજીએ શુક્રવારે દુરંતો એકસપ્રેસમાંથી સગીર સાથે શંકાસ્પદ મહિલાને અટકાવી તેની પુછતાછ કરતા તે જામનગર રહેતી યાસ્મીન અનવરભાઇ હોવાનુ અને તેની સાથે સગીર પણ જામનગરનો હોવાનુ હોવાનુ જણાવતા મહીલા પોલીસ દ્વારા તેની તલાસી લેતા તેની પાસેથી બેગમાં રૂ.19.89 લાખની કિમતનુ 198.8 ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. તેની પુછતાછમાં તેને આ ડ્રગ્સનો જથ્થો જામનગરના અઝરૂ નામના શખ્સે મગાવ્યો હોય અને તેને ટ્રેનની ટીકીટ અને રૂ.10 હજાર આપતો હોવાનુ જણાવ્યુ હતુ. પોલીસે જામનગરમાં રહેતો અજરૂદીન કાસીમભાઇ દરજાદા નામના શખ્સને ઉઠાવી લઇ તેની પૂછતાછ કરતા તેને આ ડ્રગ્સ મુંબઇના નિઝામ પાસેથી મંગાવતો હોય અને આ ત્રીજી વાર માદક પ્રદાર્થનો જથ્થો મંગાવ્યો હોવાનુ રટણ કરતા પોલીસે તેની ધરપકડ કરી નીઝામને પકડી લેવા કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *