વીરપુરમાં બે ઇસમના વીજ જોડાણ કટ, 70,000નો દંડ

વીરપુર વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને વિવિધ ગુનાઓ આચરતા અસામાજીક તત્વો, ઇસમો સામે વીજચોરીનો દંડ ઉગામવામાં આવ્યો છે અને સાથે ગેરકાયદે દબાણો જે ખડકી દેવાયા છે તેને હટાવી દેવા તંત્ર સજ્જ બન્યું છે.

નાયબ પોલીસ અધિક્ષક આર. એ. ડોડિયાના માર્ગદર્શન હેઠળ વિરપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જી. રાઠોડ તથા ટીમે પી.જી.વી.સી.એલ ગોંડલના અધિકારી તથા તેના સ્ટાફના માણસો સાથે ગુનેગારોનું જે લીસ્ટ તૈયાર કરવામા આવ્યું છે તેમના ઘરે વીજજોડાણનું ચેકિંગ હાથ ધર્યું હતું અને તેમાં ગેરકાયદેસર જોડાણ મળી આવતા બે ઇસમને રૂ. 70,000/- નો દંડ ફટકાર્યો છે, વિરપુર પો. સ્ટે. ના અસામાજીક ઇસમોની ગેરકાયદેસર દબાણ તથા બાંધકામ હટાવવા માટે સ્થાનીક વહીવટી તંત્ર સાથે રહી વિરપુર પોલીસ દ્વારા પ્રોસિજર ચાલુ કરાવાઇ હતી. આ કામગીરીમાં વિરપુર પોલીસના પીઆઈ એસ. જી. રાઠોડ, એએસઆઈ મનેશભાઇ પરમાર, હેડ કોન્સ્ટેબલ ગીરીશભાઇ, હેડ કોન્સ્ટેબલ સુરભીબેન, પી સી. વિપુલભાઇ સોલંકી, એલઆરડી અદિતીબેન જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *