છેલ્લા ઘણા સમયની માંગણી બાદ પહેલીવાર આજે રાજકોટ-ભુજની ટ્રેન જંક્શનથી બપોરે રવાના કરવામાં આવશે. મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ અને ભુજ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેન ભુજથી સવારે 6.50 કલાકે ઉપડી બપોરે 1.35 કલાકે રાજકોટ આવશે અને રાજકોટથી બપોરે 2.35 કલાકે ઉપડી 21.40ના પરત ભુજ પહોંચશે. આ ટ્રેનમાં યાત્રિકો માટે સિટિંગનું ભાડું રૂ.125 અને એ.સી ચેર કારનું ભાડું રૂ.535 રાખવામાં આવ્યું છે. યાત્રિકો આ ટ્રેનમાં ભુજ જવા માટે એડવાન્સ બુકિંગ પણ કરાવી શકે છે.
ટ્રેન નંબર 09445 રાજકોટ-ભુજ સ્પેશિયલ 21 માર્ચથી 30 જૂન રાજકોટથી દરરોજ બપોરે 14.30 કલાકે ઉપડશે અને 21.40 કલાકે ભુજ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09446 ભુજ-રાજકોટ સ્પેશિયલ 21 માર્ચથી 30 જૂન સુધી ભુજથી દરરોજ સવારે 06.50 કલાકે ઉપડશે અને બપોરે 13.35 કલાકે રાજકોટ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં મોરબી, દહિંસરા, માળિયા-મિયાણા, સામખિયાળી, ભચાઉ અને ગાંધીધામ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેર કાર, સેકન્ડ ક્લાસ સીટિંગ અને જનરલ ક્લાસના કોચ હશે. ટ્રેન નંબર 09445/09446નું બુકિંગ બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.
રાજકોટ અને ભુજ વચ્ચે આખરે લાંબા સમય બાદ રેલવે કનેક્ટિવિટી મળી છે. ઓગસ્ટમાં પ્રસ્તાવિત શિડયુલ અને સપ્ટેમ્બરમાં ગતિવિધિ નક્કી થયા બાદ આખરે માર્ચમાં સત્તાવાર જાહેરાત થઈ છે.