બે દિવસમાં 151 બિલ્ડિંગને ફાયરની, 97 બિલ્ડિંગને ટીપી શાખાની નોટિસ

રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ વિસ્તારમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરવા કામગીરી માટે ફાયર સર્વિસિઝ શાખાના સ્ટાફને સ્થળ તપાસ માટે મોકલવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિઝ સ્ટાફ દ્વારા તા.19 અને 20ના રોજ રાજકોટ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં ફાયર એનઓસી બાબતે કુલ 173 એકમોની ચકાસણી કરી હતી અને તેમાંથી કુલ 151 સંકુલોને અપૂરતી ફાયર વ્યવસ્થા તથા ફાયર વ્યવસ્થાનો અભાવ હોય તેવા એકમોને ફાયર નોટિસ આપવામા આવી છે.

મનપા દ્વારા વોર્ડવાઈઝ ટીમો દ્વારા તા.19ના રોજ કુલ 98 એકમોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિઝ શાખાના સ્ટાફ દ્વારા રેસિડેન્સિયલ બિલ્ડિંગ, રેસિડેન્સિયલ સાથે કોમર્શિયલ બિલ્ડિંગ હોય તેવા બિલ્ડિંગની સ્થળ તપાસ કરી અને અપૂરતી ફાયર વ્યવસ્થા તથા ફાયર વ્યવસ્થા વગર કાર્યરત 89 બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી હતી અને તા.20મીએ 89 બિલ્ડિંગમાં તપાસ કરવામાં આવી હતી અને 62ને નોટિસ અપાઇ હતી.

મનપાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વોર્ડ વિસ્તારમાં SOP અન્વયે બી.યુ. તથા બિલ્ડિંગ પ્લાનની ચકાસણી કરવા ટાઉન પ્લાનિંગ શાખાના સ્ટાફને સ્થળ તપાસ માટે મોકલવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા તા.20ના રોજ કુલ 99 એકમોની ચકાસણી કરવામાં આવી હતી જેમાંથી 97 એકમોને SOP અન્વયે બી.યુ. તથા બિલ્ડિંગ પ્લાન રજૂ કરવા અંગે નોટિસ અપાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *