જામકંડોરણા જામકંડોરણાના રાજપરા ગામની સીમમાં કટીંગ વખતે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડીને 7016 બોટલ ઈંગ્લીશ દારૂના જથ્થા સહિત રૂ 68 લાખ 86 હજારનો મુદામાલ ઝડપી લીધો હતો રાજપરા ગામની સીમ માં કટીંગ વખતે સ્ટેટ મોનિટરીંગ સેલ ની ટીમે દરોડો પાડી ને 7016 બોટલ ઈંગ્લીશ દારૂના જથ્થા સહિત રૂ 68 લાખ 86 હજારના મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. SMC ને બાતમી મળી હતી કે રાજકોટ જિલ્લાનાં જામકંડોરણા તાલુકા પોલીસ મથક વિસ્તારનાં રાજપરા ગામ પાસે ધાર સીમ વિસ્તારમાં જીતેન્દ્રસિંહના ફાર્મ ખાતે ટ્રકમાં પંજાબથી દારૂ લાવવામાં આવ્યો છે અને દારૂનું કટિંગ થવાનું છે. આથી ટીમે વોચ ગોઠવી હતી અને સ્થળ પરથી ટ્રક, કાર, દારૂની 7016 બોટલ, પાંચ મોબાઈલ ફોન, ટ્રકમાં દારૂ છુપાવવા 230 બોરી પશુ આહાર ખાણદાણ મળી રૂ. 68,86,262નો મુદ્દામાલ કબજે કરીને યશપાલસિંહ જાડેજા રહે.જામનગર તથા રમેશ ઉર્ફે ચકો ઈશ્વરભાઈને ઝડપી લઇ તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ 65(એ)(ઈ),81,83, 116(બી),98(2) અને બીએનએસ એક્ટ 111(2)(બી),(3)(4) મુજબ જામકંડોરણા પોલીસ મથકે ગુનો નોંધી ને તપાસ નો ધમધમાટ શરૂ કરાયો છે. આરોપીઓએ પંજાબથી ટ્રકમાં દારૂ મંગાવ્યો હતો અને પોલીસને ચકમો આપવા ટ્રકમાં દારૂ છુપાવવા પાછળના ભાગે પશુ આહારની 230 ગુણીઓ ગોઠવી દેવાઈ હતી.
આ પશુ આહારની ખાણદાણની કિંમત રૂ. 2.30 લાખ ગણી કબ્જે લેવામાં આવેલ છે પોલીસને જોઈને અન્ય આરોપીઓ ભાગી ગયા હતા.પોલીસ ટીમે બે આરોપીને ઝડપી લઇને અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.