ગોંડલમાં પોલીસનું સર્પ્રાઈઝ ચેકિંગ

ગોંડલ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા પોલીસે મોટું અભિયાન શરૂ કર્યું છે. પ્રોબેશનર IPS ડૉ. નવીન કુમાર ચક્રવર્તીના નેતૃત્વમાં પોલીસે વિશેષ ડ્રાઈવ હાથ ધરી છે.

પોલીસે શહેરના ગુંદાળા દરવાજા વિસ્તારમાં સઘન તપાસ અભિયાન ચલાવ્યું. ગોંડલ A ડિવિઝન પોલીસે 22 ગુનેગારોની યાદી તૈયાર કરી છે. આ તમામ ગુનેગારોના ઘરે જઈને ગેરકાયદેસર પ્રવૃત્તિઓની તપાસ કરવામાં આવી.

આ અભિયાનમાં ગોંડલ ડિવિઝન ડીવાયએસપી કે.જી.ઝાલા, સિટી A ડિવિઝનના PI એ.સી.ડામોર, PSI વી.બી.જાડેજા, PSI એસ.આર.પંડ્યા અને સિટી B ડિવિઝનના PSI જે.એલ.ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. પોલીસ ટીમે ફૂટ પેટ્રોલિંગ કરીને વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *