આજીડેમ ચોકડી પાસેના ન્યૂ ગણેશનગરમાં રહેતા ભાવિક કિરણભાઇ સીતાપરાએ શિવરાજસિંહ પરમાર અને દર્પણ પાનસુરિયા સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે તે સોરઠિયાવાડી પાસે શ્રીરામ ટ્રાવેલ્સની ઓફિસમાં ડ્રાઇવિંગ કામ કરતો હોય અને તેને દવાખાનાના કામે બીજા મિત્ર પાસેથી પૈસા લીધા હોય તેને ચુકતે કરવા માટે પૈસાની જરૂર હોય તેને મીત દર્પણ પાનસુરીયાને વાત કરી હતી.જેથી તેના મિત્ર દર્પણએ હુડકો ચોકડી પાસે ખોડીયાર ટેકરી પાસે રહેતા શિવરાજસિંહ પરમાર પાસે 10 ટકા વ્યાજે 50 હજાર લેવડાવી દીધા હતા અને તેનુ એક્સેસ મોટરસાઇકલ ગીરવે મુક્યું હતું.
બાદમાં બે માસ 5-5 હજાર વ્યાજ પણ ચૂકવી દીધું હોય હાલ વ્યાજના પૈસા આપ્યા ન હોય મિત્ર દર્પણ અને શિવરાજસિંહ અવારનવાર ફોન કરી ભાવિક અને તેના પિતા કિરણભાઇને ફોન કરી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકીઓ આપતા હોય. જેથી આ ફરીયાદ કરી હોવાનુ જણાવતા આજીડેમ પોલીસે ગુનો નોંધી બન્ને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.