પિતા-પુત્ર 2 વર્ષ પહેલાં મકાન બચાવવા હાથ ઉછીના રૂપિયા શોધતા

અમદાવાદના પાલડી વિસ્તારમાં એક એવા એપાર્ટમેન્ટ પર રેડ થઈ જેની કોઈને કલ્પના પણ ન હોય. કારણ કે, આ એપાર્ટમેન્ટ સામાન્ય રીતે બંધ રહેતો હતો, પરંતુ તેની અંદરથી 100 કરોડનું સોનું અને કરોડો રૂપિયા રોકડા એટલે કે કુબરેનો ખજાનો મળ્યો હોય તેવું સામે આવ્યું હતું. મહેન્દ્ર શાહ ઉર્ફે કાળીયો અમદાવાદના પાલડી વિસ્તારના એક ફાઈનાન્સરોના સંપર્કમાં હતો. જે તે સમયે તે નાની શેરબજારની સ્ક્રીપ્ટ ચલાવતો અને ડબ્બા ટ્રેડિંગ કરતો એટલે તે અનેક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો. જેમાં અમદાવાદના એક RTGSના ખેલાડી સાથે પણ તે સંપર્કમાં આવ્યો અને મેઘ શાહે તેની સાથે હાથ મિલાવીને શેરબજારની સ્ક્રીપ્ટનો કારોબાર શરૂ કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આશ્રમ રોડના ફાઈનાન્સરે બહુ મોટી રકમ પિતા-પુત્રને આપી RTGSમાં સામાન્ય રીતે ઓનલાઇન સટ્ટાના રૂપિયા અમુક ટકાથી રોકડમાં કન્વર્ટ કરી આપવામાં આવતા હતા. જેના બદલે ભાડેથી એકાઉન્ટની વ્યવસ્થા કરવામાં આવતી હતી અને આ આખા રેકેટમાં આ RTGSના ખેલાડી પર EDની તપાસ પણ થઈ ચૂકી છે, ત્યારે અમદાવાદના આશ્રમ રોડના એક ફાઈનાન્સરે બહુ મોટી રકમ મહેન્દ્ર શાહ ઉર્ફે કાળીયો અને તેના પિતાને આપી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હવે કઈ દિશામાં ATSની તપાસ થાય છે તે ખબર નહીં પણ અમદાવાદના સૂત્રો પાસેથી આટલી માહિતી તો જરૂર સામે આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *