દીકરાના બીજે લગ્ન કરાવ્યા હોત તો અમને દહેજ વધુ મળત

શહેરના લક્ષ્મીનગર રોડ પર શ્રીરામ મધુવન સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી માવતરે રહેતી પ્રિયંકા નામની પરિણીતાએ વીરપુર રહેતા પતિ પ્રતિક, સસરા મગનભાઇ પરબતભાઇ માલાણી, સાસુ પ્રજ્ઞાબેન, નણંદ ક્રિષ્નાબેન પ્રશાંતભાઇ ત્રાડા સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ખાનગી પેઢીમાં નોકરી કરતી પરિણીતાની ફરિયાદ મુજબ, પ્રતિક સાથે પ્રેમસંબંધ બંધાતા વડિયા ગામે 2018માં કોર્ટ મેરેજ કર્યા હતા. કોર્ટ મેરેજ બાદ બંને અલગ અલગ રહેતા હતા. ત્યાર બાદ પરિવારજનોની સહમતીથી 2020માં રાજકોટમાં લગ્ન કર્યા હતા, પરંતુ પ્રેમલગ્ન માત્ર ત્રણ મહિનામાં જ પરાયો થઇ ગયો હતો. પ્રતિક સામાન્ય બાબતે ઝઘડાઓ કરતો હતો. જેમાં સાસુ, નણંદ પ્રતિકની તરફદારી કરતા હતા. જેને કારણે મામલો વધુ વણસતો હતો. સાસુ-નણંદ ઘરકામ મુદ્દે ત્રાસ આપી તું કંઇ કરિયાવરમાં લાવી નથી, અમારા સ્ટેટસ મુજબ આ કરિયાવર ઓછું છે તેમ કહી મેણાં મારતા હતા. એટલું જ નહિ તારા કરતા બીજે મારા દીકરાના લગ્ન કર્યા હોત તો અમને દહેજમાં ઘણું મળ્યું હોત કહી વારંવાર ત્રાસ આપતા રહેતા હતા. અંતે પોતે માવતર આવી ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *