ચાર દિવસ પહેલા રાજકોટમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર કરી ગયો હતો. જો કે, હવે તેમાં થોડી રાહત થઇ છે. રવિવારે મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ 20 ડિગ્રી રહ્યું હતું. આમ મહત્તમ અને લઘુતમ તાપમાન વચ્ચે 17 ડિગ્રીનો તફાવત હતો.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી 23મી માર્ચ સુધી ગરમીમાં રાહત રહેશે. મહત્તમ તાપમાન અમુક શહેરોમાં 40 ડિગ્રી સુધી રહેશે જ્યારે અન્ય શહેરોમાં 37થી 38 ડિગ્રી જેટલું જ નોંધાશે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના શહેરો પોરબંદર, વેરાવળ, દીવ અને ભાવનગરના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 35.7 ડિગ્રીથી નીચે રહ્યું હતું. આમ આ શહેરોમાં હજુ ઉનાળાની ખાસી અસર વર્તાઈ નથી. રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં જનોંધાયું હતું.