RTEમાં 10 હજારથી વધુ ફોર્મ ભરાયાં

ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને મફત શિક્ષણ આપવા માટે તારીખ 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂકરવામાં આવી હતી. પરંતુ આરટીઈની વેબસાઈટ ઉપરયુઝરની સંખ્યા વધી જવાને કારણે અને પોર્ટલ ધીમું ચાલવાને લીધે શિક્ષણ વિભાગે વાલીઓના હિતમાં ફોર્મ ભરવાની મુદ્દતઆગામી તારીખ 16 માર્ચ સુધી વધારી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આરટીઈહેઠળ આશરે 10 હજારથી વધુ ફોર્મ અત્યારસુધીમાં ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. હજુ16મી સુધી મુદ્દતવધારવામાં આવતાજે વાલીઓને ફોર્મ ભરવાના બાકી રહી ગયા છે અથવા ડોક્યુમેન્ટને લીધે ભરી શક્યા નથી તેઓને હજુસમય મળશે.

વાલીઓ માટે જાહેર કરેલાનોટિફિકેશનમાંજણાવાયું છે કે, શૈક્ષણિક વર્ષ 2025-26માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. 12 માર્ચના રાત્રીના 12:00 કલાક સુધી રાખવામાં આવી હતી. વેબસાઈટ પર યુઝર્સની સંખ્યામાં વધારો થવાથી સાઈટ ધીમી થવાના કારણે ઓનલાઈન ફોર્મ ભરવાની સમયમર્યાદા તા.16 માર્ચના રાત્રીના 12.00 વાગ્યા સુધી વધારવામાં આવે છે. જિલ્લાકક્ષાએ ફોર્મ ચકાસણી થતા પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ સબંધિત તારીખો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. આ વર્ષે રાજકોટ સિટી વિસ્તારમાં 4445 બેઠક અને ગ્રામ્યમાં 2187 બેઠક ઉપર પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવનાર છે જે ગયા વર્ષની સરખામણીમાં વધુ બેઠકો છે.આરટીઈ માટે અન્ય જરૂરી માહિતી માટે વેબસાઈટ https://rte.orpgujarat.com/ પરથી મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *