પાકિસ્તાની ટ્રેન હાઈજેકનો VIDEO સામે આવ્યો

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં પેસેન્જર ટ્રેનને હાઇજેક કરવાનો વીડિયો સામે આવ્યો છે. તેને બુધવારે બલૂચ લિબરેશન આર્મી (BLA)ના નામે જાહેર કરવામાં આવ્યો છે. જોકે BLAએ આ વાતની પુષ્ટિ કરી નથી.

વીડિયોમાં પહાડો પરથી પસાર થતી ટ્રેનમાં વિસ્ફોટ થતો જોવા મળી રહ્યો છે. એન્જિનમાંથી કાળો ધુમાડો નીકળી રહ્યો છે. વીડિયોમાં લડવૈયાઓ મુસાફરોને બંધક બનાવતા નજરે પડી રહ્યા છે.

BLAએ મંગળવારે બપોરે 1 વાગ્યે બલુચિસ્તાનના બોલાન જિલ્લાના માશકાફ વિસ્તારમાં ગુડાલાર અને પીરુ કુનરીની વચ્ચે આ હુમલો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *