હીટવેવને પગલે રાજ્યની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરો

આ વર્ષે ગુજરાતમાં માર્ચ મહિનાથી જ આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. ત્યારે આ આકરા તાપમાં બાળકોની સુરક્ષા માટે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને લેખિતમાં રજૂઆત કરીને હીટવેવને પગલે રાજ્યની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા માગણી કરી છે.

મહાસંઘના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકીએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ચાલુ વર્ષે ગરમીના પ્રમાણમાં એકદમ વધારો નોંધાયો છે અને હાલ ગરમીનો પારો એકદમ વધી રહ્યો છે. સવારે 11 કલાકથી જ ગરમીનું પ્રમાણ વધે છે. વિદ્યાર્થીઓ લૂ લાગવી અને બીમાર પડવાની શક્યતા વધી જાય છે. ગરમીના કારણે વિદ્યાર્થીઓની હાજરીમાં અને શૈક્ષણિક કાર્યમાં પણ તેની અસર જોવા મળે છે. હવામાન ખાતા દ્વારા આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધશે તે બાબતે આગાહી ક૨વામાં આવી છે. હાલ ઘણા જિલ્લાઓનું તાપમાન 40-41 ડિગ્રીથી વધારે નોંધાયું છે. આગામી દિવસોમાં તાપમાનમાં રેકોર્ડબ્રેક વધારો થવાની આગાહી પણ કરી છે. ત્યારે ચાલુ વર્ષે પણ રાજ્યની પ્રાથમિક શાળાઓનો સમય સવા૨નો ક૨વા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રજૂઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *