મનપાની ટાઉન પ્લાનિંગ સમિતિમાં કમિશનરની દરખાસ્ત પરથી થયેલા ઠરાવ મુજબ રૂડા વિસ્તારનો ઘણો ભાગ હવે મહાપાલિકામાં સામેલ થયો છે. હાલ કુલ 59 નગરરચના યોજના છે. જે પૈકી 33 આખરી, 7 પ્રારંભિક અને 19 મુસદ્દારૂપ મંજૂર થઇ છે. જ્યારે 6 ટીપી સ્કીમ સરકારની મંજૂરી અર્થે પેન્ડિંગ રહેલી છે. રૂડાના ઠરાવથી કોર્પોરેશન વિસ્તારમાં ટીપી યોજના બનાવવાની સત્તા મહાપાલિકાને સોંપવામાં આવી છે.
માધાપર ટીપી સ્કીમ નં.11 તા.19-5-2022ના રોજ સરકારમાં પ્રસિદ્ધિ માટે મોકલવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ શહેરી વિકાસ વિભાગે માધાપર ટીપી સ્કીમ નં.11 એક જાહેરનામું બહાર પાડી રદ કરી હતી અને આ સ્કીમને લાગુ રાજકોટના સરવે નં.512 અને 514નો તેમાં સમાવેશ કરવા જણાવ્યું હતું. આથી આ બન્ને સરવે નંબરને જોડીને ટીપી સ્કીમ નં.11ની નવી હદ નક્કી કરવામાં આવી છે. તેમજ રૂડાના ડેવલપમેન્ટ પ્લાન 2031માં આ સ્કીમ વિસ્તાર રહેણાક ઝોન તરીકે સૂચવાયો છે.