‘અપોલીના’ અને ‘ખતરોં કે ખિલાડી’ જેવા શોનો ભાગ રહી ચૂકેલી એક્ટ્રેસ અદિતિ શર્મા વિવાદોમાં ઘેરાયેલી હોય તેવું લાગે છે. તાજેતરમાં તેના પાર્ટનર અભિનીત કૌશિકે તેના પર ગંભીર આરોપો લગાવ્યા છે. આરોપ છે કે એક્ટ્રેસે તેના પર દબાણ કર્યું હતું અને 4 મહિના પહેલા સિક્રેટ રીતે લગ્ન કર્યા હતા. એક્ટ્રેસ ઇચ્છતી ન હતી કે તેના લગ્નના સમાચાર બહાર આવે, તેથી તેણે તેના પતિને દુનિયાની સામે પોતાના મેનેજર તરીકે રાખ્યો. જ્યારે અભિનીતે તેને બીજા પુરુષ સાથે રંગે હાથે પકડી, ત્યારે હવે 4 મહિના પછી, એક્ટ્રેસે છૂટાછેડા અને 25 લાખ રૂપિયાની માગ કરી રહી છે. અભિનીત કૌશિકે પણ આ મામલે પોલીસની મદદ માગી હતી. અદિતિના પરિવારે તેને માર પણ માર્યો હોવાનો આક્ષેપ પણ અભિનીત કરી રહ્યો છે.
તાજેતરમાં અભિનીત કૌશિકના કાનૂની સલાહકાર રાકેશ શેટ્ટીએ ‘ઇન્ડિયા ફોરમ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, અભિનીત અને અદિતિએ 12 નવેમ્બર 2024ના રોજ ગુપ્ત સિક્રેટ મેરેજ કર્યા હતા. અદિતિના કહેવાથી તે વાતને ગુપ્ત રાખવામાં આવી હતી. તેણે ગોરેગાંવના ઘરમાં લગ્ન કર્યા અને પછી 5BHK એપાર્ટમેન્ટ ભાડે રાખીને સાથે રહેવા લાગ્યા. તેઓ છેલ્લાં 4 વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં હતાં.
રાકેશે આગળ કહ્યું, બધું બરાબર ચાલી રહ્યું હતું, અદિતિએ અભિનીતને બાઇક પણ ગિફટમાં આપી હતી. ‘ખતરોં કે ખિલાડી’ના શૂટિંગ દરમિયાન પણ તે તેમને મળવા ગયો હતો. તેમના લગ્ન વિશે કોઈને ખબર નહોતી.
અદિતિના કહેવાતા પતિ અભિનીત કૌશિકે પણ ઇન્ડિયા ફોરમને કહ્યું હતું કે અદિતિના નજીકના બધા લોકો અમારા વિશે જાણતા હતા. હું પહેલા તેનો મેનેજર હતો, પણ હવે હું ખરેખર તેનું બધું કામ સંભાળું છું. તે દોઢ વર્ષ સુધી મારા લગ્ન માટે મારી પાછળ પડી રહી હતી. હું તેને કહેતો હતો કે હું આ માટે તૈયાર નથી. શરૂઆતમાં હું લગ્ન માટે ઉત્સાહિત હતી, પરંતુ સમય સાથે પરિસ્થિતિ બદલાઈ ગઈ. દોઢ વર્ષ પછી, તેણે મારા પર દબાણ કરવાનું શરૂ કર્યું અને અમે નવેમ્બર 2024માં લગ્ન કરી લીધા.