ઉપલેટાથી 15 કિલોમીટર દૂર આવેલા અને ઈસરા અને તલગણા વચ્ચેથી પસાર થતી પાદર નદી ઉપર સરકાર અને ખેડૂતોના આર્થિક સહયોગથી ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. આ ચેકડેમમાં પાણી રોકાવાને કારણે ભાદરકાંઠાના હજારો ખેડૂતોને આ પાણી ઉપયોગમાં આવતું હતું એટલું જ નહીં પણ ડેમમાં પાણી ભરાવાને કારણે આજુબાજુના ખેતરોમાં પણ પાણીના તળ ઊંચા આવી જતા છેલ્લા કેટલાક સમય થયા ઉપલેટાનો ખેડૂત આર્થિક રીતે આ ડેમના કારણે સધ્ધર થયો હતો, પરંતુ ખનીજ ચોરોને કારણે આ ચેકડેમને તોડી પડાતા ચેકડેમનું પાણી વહી જતા આ ઉનાળાની સિઝનમાં ખેડૂતો ઉનાળુ પાક લેવામાં આ પાણીનો ઉપયોગ કરી શકશે નહીં જેમને કારણે ખેડૂતોને ઘણું બધું આર્થિક નુકસાન ભોગવવું પડશે.
સરકાર દ્વારા ભાદર નદી માંથી રેતીનું ખનન કરવા માટે રેતીની લીઝ આપવામાં આવી છે પણ આ લીઝનો ગેરકાયદેસર ઉપયોગ કરી જે જગ્યાએથી ખનીજ ઉપાડવાની મંજૂરી આપવામાં આવે છે ત્યાં હવે રેતી ન હોવાથી ખનીજ ચોરો અન્ય જગ્યાએ હોડકા રાખી અને પાણીમાંથી રેતી ખેંચી રહ્યા છે અને તલંગણાને ઈસરા વચ્ચે આવેલા ચેકડેમના મૂળમાંથી પાયામાંથી ખનીજચોરોએ હુડકા મૂકી મશીનથી ડેમના પાયામાંથી રેતી ખેંચી લેતા ડેમ નબળો પડતા ધડાકાભેર આ ડેમ તૂટી પડ્યો હતો અને જેમને કારણે હજારો ગેલન પાણી પાદર નદીમાં ઠલવાયું હતું અને ભર ઉનાળે ભાદર નદી બે કાંઠે વહી હતી.