બ્લોકને લીધે 27 એપ્રિલ, 4 મેની ગોરખપુર એક્સપ્રેસ રદ કરાઈ

ગોરખપુર સ્ટેશન પર નૉન-ઈન્ટરલોકિંગ કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થઇ છે. પૂર્વોત્તર રેલવેના કુસમ્હી-ગોરખપુર-ગોરખપુર કેન્ટ સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઈનના સંબંધમાં નૉન-ઈન્ટરલોકિંગ કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી 24 એપ્રિલ અને 01 મેના રોજ ગોરખપુરથી ચાલનારી ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ રદ રહેશે.

એવી જ રીતે 27 એપ્રિલ અને 04 મે 2025ના રોજ ઓખાથી ચાલનારી ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ રદ રહેશે. જે ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલનારી છે તેમાં 10,11,24 એપ્રિલ અને 01 મે 2025ની ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ બારાબંકી-ગોંડા-ગોરખપુર-પનિયાહવા-મુઝફ્ફરપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા બારાબંકી-શાહગંજ- મઊ- ફેફના- છપરા-મુઝફ્ફરપુરના રસ્તે ચાલશે. યાત્રીઓને જણાવાયું છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના સમય, રોકાણ સહિતની વિગતવાર માહિતી માટે, યાત્રિકો રેલવેની વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *