GPSCની વર્ગ 1-2ની 244 જગ્યાની ભરતી જાહેર, 23 માર્ચ સુધી રજીસ્ટ્રેશન

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા વર્ગ 1-2 માટે કુલ 244 જગ્યા પર ભરતી જાહેરાત કરવામાં આવી છે. આ વર્ગ 1 અને 2ની ભરતી માટેના ઓનલાઇન ફોર્મ 7 માર્ચને શુક્રવારથી 23 માર્ચ સુધી અરજી કરી શકાશે. જીપીએસસીના નોટિફિકેશન મુજબ વર્ગ 1 અને 2 પદો પર કુલ 244 ઉમેદવારોની ભરતી કરવામાં આવશે જેમાં 177 પદો પર પુરુષ અને 67 પદો પર મહિલા ઉમેદવારની નિમણૂક કરવામાં આવશે. કુલ 244 જગ્યામાંથી બિનઅનામત કેટેગરીમાં 90 પુરુષ અને 32 મહિલા ઉમેદવારોની ભરતી થશે. પ્રિલિમિનરી પરીક્ષા 20 એપ્રિલના રોજ લેવામાં આવનાર હોવાનું આયોગે જણાવ્યું છે, જ્યારે મુખ્ય લેખિત પરીક્ષા સંભવત: 20,21,27,28 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવી શકે છે.

જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમર, ઉંમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાના ભરતી નિયમો અને ભરતી (પરીક્ષા) નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in ઉપર જોવા વિનંતી છે. ઉંમર ઓનલાઈન કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *