બોર્ડની પરીક્ષામાં બુધવારે ધોરણ-10માં અંગ્રેજી વિષયનું પેપર લેવાયું હતું જ્યારે ધોરણ 12 સાયન્સમાં ગણિત જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં સમાજશાસ્ત્રનું પેપર શાંતિપૂર્ણ માહોલમાં લેવાયું હતું. ધોરણ 10ના અંગ્રેજીના પેપરમાં દિવાળીની ઉજવણી ઉપર ઈ-મેલ પૂછવામાં આવ્યો હતો.
જ્યારે માય ડ્રીમ રોબોટ, વૃક્ષો આપણા ખાસ મિત્રો અને મને ગમતા શિક્ષક વિષય ઉપર નિબંધ પૂછવામાં આવ્યો હતો. દરિયાની સફાઈના ચિત્ર પર વર્ણનાત્મક સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના માધ્યમથી સ્વચ્છ ભારતનો સંદેશો આપવામાં આવ્યો હતો. અંગ્રેજીના શિક્ષક વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, અંગ્રેજીનું પેપર એકદમ સરળ નીકળ્યું હતું. નિબંધ, ઈ-મેલ વગેરે વિદ્યાર્થીઓને ગમતા વિષય ઉપર પૂછાયા હતા. આ ઉપરાંત ગ્રામર પણ સરળ રહ્યું હતું. એકંદરે પેપર પાઠ્યપુસ્તક આધારિત અને બોર્ડની બ્લૂ પ્રિન્ટ મુજબ નીકળ્યું હતું.
જ્યારે ધોરણ-12 સાયન્સમાં બુધવારે ગણિતનું પેપર લેવાયું હતું. સાયન્સના કેટલાક વિદ્યાર્થીઓને એમસીક્યુ સરળ લાગ્યા હતા જ્યારે થિયરી થોડું લેન્ધી હતું. શિક્ષક અંશુમન ત્રિવેદીએ કહ્યું કે, સાયન્સનું ગણિતનું પેપર મોડરેટથી હળવું કહી શકાય તેવું હતું. 50 માર્કના એમસીક્યુ વિદ્યાર્થીઓને એકંદરે સરળ લાગ્યા હતા. કોઈ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછ્યો ન હતો. થિયરીના પ્રશ્નોમાં પણ વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા નડી હતી.